બાકી વેરાની વસૂલાત માટે આકરાં પગલાં ન ભરો

ભુજ, તા. 12 : કોરોનાના પગલે લોકડાઉન અમલી બનતાં ધંધા-વ્યવસાયને મોટો ફટકો વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ બાકી વેરાની વસૂલાત માટે આકરી કાર્યવાહી ન કરવા માટે રાજ્યવેરા કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. કચ્છ સેલટેક્સ બાર એસોસિયેશનના પ્રમુખ અતુલ દેસાઈ અને મંત્રી પૂર્વેશ ગણાત્રાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર હાલે વેપારીઓ મોટા પાયે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. કેન્દ્ર-રાજ્ય સરકાર અર્થતંત્રને વેગ આપવા અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે આ કપરા સંજોગોમાં વિવિધ વેરાની વસૂલાત માટે વેજ ખાતા બંધ કરવા સહિતનાં પગલાં ભરવા ગેરવ્યાજબી છે. તેવામાં હાલના સંજોગોમાં કાર્યવાહીના આકરાં પગલાં ન ભરવા સાથે થોડી રાહત આપવામાં આવે તો વેપારી વર્ગને મોટી રાહત રહેશે તેવું રજૂઆતમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer