દર ચોમાસે વાહનોને અવરોધતી નગર વચ્ચેથી વહેતી બે પાપડી

દર ચોમાસે વાહનોને અવરોધતી નગર વચ્ચેથી વહેતી બે પાપડી
નખત્રાણા, તા. 11 : પશ્ચિમ કચ્છના આ મુખ્યમથક વચ્ચેથી ભુજ-લખપત હાઇવે માર્ગ પસાર થાય છે ત્યારે બસ સ્ટેશન પાસેની પાપડી તેમજ રંજના લોજ પાસેની પાપડી પર દર ચોમાસે ભરપૂર પાણી વહે છે અને કલાકો સુધી વાહનવ્યવહાર અટવાય છે, પરંતુ પુલ બનાવવાનું કોઇને સૂઝતું નથી. આમ તો આ વરસાદી વોકળાઓનું નગર છે. ચારેતરફ?ડુંગરોની હારમાળા તેમજ આસપાસના ડુંગરો ખાસ કરીને દક્ષિણ દિશામાંથી ડુંગરોમાં વરસાદી પાણી નગરની વચ્ચેથી પાપડીઓ જે છેલા પર બનેલી છે તે છેલા આમ તો વરસાદી વહેણ છે. જે ભારે વરસાદમાં બે કાંઠે આવે છે ત્યારે જોવા જેવું હોય છે. તો ક્યારેક ભરપૂર આવતા આ છેલા નગરમાં દહેશત પણ પેદા કરે છે. સરકારી રાહે કરોડોની ગ્રાંટો મંજૂર થાય છે, વિકાસના કામો થાય છે ત્યારે નગરમાંથી પસાર થતા આ હાઇવે માર્ગ પર પુલ બનાવવાનું માર્ગ-મકાન વિભાગ સાથે નગરની નેતાગીરીને સૂઝતું નથી. છએક દાયકા અગાઉ પણ આ છેલા પર પાપડી હતી અને આજ પણ?છે. છ દાયકા બાદ કેટલું બદલી ગયું. અગાઉ જે વાહનોનો ટ્રાફિક હતો તેમાંથી આજે કેટલાય ગણો ટ્રાફિક છે પરંતુ માર્ગ-પાપડી એ જ છે. ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મહત્ત્વના જે કામો છે તેના પર પૂરતું ધ્યાન આપતા નથી એમ કહો કે નિષ્ઠાનો અભાવ છે. આ કોઝવે પર તો નગરનો પુલ બને તે નગરજનો માટે ખૂબ જ જરૂરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer