મેઘપર (બો) અને મેઘપર (કું) માં સર્જાઈ પૂર જેવી સ્થિતિ: રહેવાસીઓમાં ગભરાટ

મેઘપર (બો) અને મેઘપર (કું) માં સર્જાઈ પૂર જેવી સ્થિતિ: રહેવાસીઓમાં ગભરાટ
ગાંધીધામ, તા. 11 : વરસાદ બાદ અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને કુંભારડીની રહેણાક વસાહતોમાં પાણીનો ભરાવો થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જો કે ગ્રામ પંચાયતે વરસાદી નાળાની સફાઈ કરી પાણીનો નિકાલ કર્યો હતો. આજે આવેલી મેઘસવારીમાં  અંજાર અને ગાંધીધામ પાણીથી તરબોળ થયાં હતાં. વરસાદને પગલે મેઘપર બોરીચીના પુષ્પકોટેજ, આશાપુરા પાર્ક સહિતની સોસાયટીમાં એકાએક  પાણીનો ભરાવો શરૂ થતાં  હોવાના લોકો એક તબક્કે ચિંતામાં મુકાયા હતા અને લોકોએ અંજાર મામલતદાર કચેરી સમક્ષ  પાણી નિકાલ કરવા રજૂઆત કરી હતી. આદિપુરની ટીર્મ્સ કોલેજની સામે આવેલું ગાંધીધામ નગરપાલિકાનું મુખ્ય વરસાદી નાળું બંધ કરી દેવાયું હતું. જેને ગ્રામ પંચાયત  દ્વારા ખોલવામાં આવતાં વરસાદી  પાણી વહેવા લાગ્યાં હતાં. તો બીજી બાજુ  મેઘપર (કું)ની ગોલ્ડન સિટી વસાહતની છેલ્લી બે લાઈનમાં પાણી  ભરાયાં હોવાની  બૂમ પડી હતી. સ્થાનિકોએ અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયોત્સના દાસ, કરશન આહીરવગેરેનું ધ્યાન દોર્યું હતું. આ અગ્રણીઓએ તંત્રને જાણ કરતાં પંચાયતના ઉપપ્રમુખ આમદ જુણસ વગેરેએ સ્થળ  ઉપર જઈ   પાણી નિકાલ કરવાની હૈયાધારણા આપી હતી.નોંધપાત્ર છે કે વર્ષ2013માં આવેલા વરસાદમાં  મેઘપર બોરીચીની અનેક વસાહતોના મકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં. વધુ એક વખત સોસાયટીમાં પાણી  ભરાતાં લોકોમાં ઉચાટ ઊભો થયો હતો. તંત્ર દ્વારા વીડી નજીક આવેલાં વરસાદી  નાળાંને ખોલવામાં આવે તો પાણી ભરાવાનો પ્રશ્ન  ઉકેલી શકાશે તેવું જાણકારોએ કહયું હતું.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer