ઓનલાઇન ફેશન શો : ભુજની બાળાઓ ઝળકી

ઓનલાઇન ફેશન શો : ભુજની બાળાઓ ઝળકી
ભુજ, તા. 11 : ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન નવા નવા ઓનલાઇન કાર્ય થયા કરે છે. પ્રિયાંશી સર્વિસ પ્રા. લિ. તથા વિનસ સેલીબ્રેશન દ્વારા આવો જ કાર્યક્રમ યોજાયો હતો.કચ્છના એસોસિયેટ તરીકે વૈશાલી જેઠી (અપ્સરા ડાન્સ એન્ડ ફિટનેસ એકેડેમી-ભુજ) રહ્યાં હતાં. તેમના માર્ગદર્શન સાથે કચ્છમાંથી કુલ 14 એન્ટ્રી રહી હતી. ફેશન શોના કુલ ત્રણ રાઉન્ડ હતા.આ અલગ-અલગ કેટેગરીમાંથી પસાર થઇને નટખટ કિડ્સમાં ત્રીજા નંબર પર પર્લ પરેશભાઇ અનમ જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ડાન્સ વિજેતા રહી ચૂકી છે. ચોથા નંબર પર માન્યતા વિપુલભાઇ ગણાત્રા રહી હતી. કૂલ કિડ્સમાં પ્રથમ નંબર પર જીયા પ્રસન્નભાઇ શાહ વિજેતા થઇ છે. જે નવરાત્રિમાં ઘણી વખત ફાઇનલ વિજેતા રહી ચૂકી છે.આત્રણેય દીકરીઓનું શરૂઆતથી લઇને અત્યાર સુધીનું પૂરેપૂરું માર્ગદર્શન વૈશાલી જેઠીએ કર્યું હતું. સાથે સ્માર્ટી ટીન્સમાં દ્વિતીય નંબર પર હર્ષ પ્રસન્નભાઇ શાહ વિજેતા રહ્યા હતા. હર્ષનું માર્ગદર્શન ફલક મચ્છર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચારેય વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.આ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે ચિંતન વાસી (ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર), મનીષ રેશમવાલા (એવોર્ડ વિજેતા ફેશન ડિઝાઇનર),મીતા કેતન નાયક (એવોર્ડ વિજેતા ફેશન ડિઝાઇનર),પૂજા વ્યાસ (ટીઆરા મિસીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ) રહ્યાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer