માધાપરમાં ડિજિટલ ટેલેન્ટ શો અંતર્ગત લોહાણા જ્ઞાતિના સ્પર્ધકોએ હીર ઝળકાવ્યું

માધાપરમાં ડિજિટલ ટેલેન્ટ શો અંતર્ગત લોહાણા જ્ઞાતિના સ્પર્ધકોએ હીર ઝળકાવ્યું
માધાપર (તા. ભુજ), તા. 11 : માધાપર લોહાણા મહાજનની પ્રેરણાથી માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે ડિજિટલ ટેલેન્ટ શો યોજાયો હતો, જેમાં લોહાણા જ્ઞાતિના દરેક વયજૂથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાની કૃતિનો વીડિયો બનાવીને વોટ્સએપ મારફતે આયોજન સમિતિને મોકલ્યો હતો, જેના પરથી નિર્ણાયકો દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.ગ્રુપ-એ  (10 વર્ષ સુધીના બાળકો)માં વિજેતા પ્રથમ વૃંદા હિરેન રાયઠઠ્ઠા, દ્વિતીય સત્ય પવાણી, રિચા ઠક્કર અને તૃતીય હેત ભીન્ડે રહ્યા હતા. ગ્રુપ-બી (11થી 20 વર્ષ)માં પ્રથમ પલક રૂપારેલ, દ્વિતીય એશા ઠક્કર અને યશ્વી તન્ના, તૃતીય ધ્યાની જોબનપુત્રા અને પ્રિયલ ઠક્કર રહ્યા હતા. ગ્રુપ-સી (21થી 40 વર્ષ)માં હની કોટક, દ્વિતીય પ્રિયંકા પૂજારા રહ્યા હતા. જ્યારે ગ્રુપ-ડી (41થી ઉપરની ઉંમર)માં પ્રથમ કાજલબેન ઠક્કર અને દ્વિતીય અશોકભાઇ કક્કડ રહ્યા હતા.નિર્ણાયક તરીકે ગાયક ભારતેન્દુભાઇ માંકડ, ડાન્સ માસ્ટર સીનુ યાદવ અને શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન અધ્યારુએ સેવા આપી હતી. દરેક ગ્રુપના વિજેતાઓને પ્રમાણપત્ર તથા પ્રથમને રૂા. 1000, દ્વિતીયને રૂા. 750 અને તૃતીયને રૂા. 500નું રોકડ ઇનામ ભાવિકાબેન ભરતભાઇ ભીન્ડે, ભારતીબેન મનોજભાઇ ઠક્કર, જ્યોતિબેન જયંતીલાલ દૈયા, વર્ષાબેન રોહિતભાઇ જોબનપુત્રા તથા રાખીબેન કીર્તિભાઇ ઠક્કર તરફથી આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને આશ્વાસન ઇનામો માધાપર લોહાણા મહિલા મંડળ તરફથી આપવામાં આવ્યા હતા.મહિલા મંડળના પ્રમુખ લીનાબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, બીનાબેન દૈયા, ભાવનાબેન ઠક્કર, વર્ષાબેન જોબનપુત્રા, કાજલબેન ઠક્કર તથા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ ભીન્ડે, મંત્રી મનોજભાઇ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન કપિલભાઇ દૈયા, ઉપપ્રમુખ કિશોરભાઇ કારિયા, ભરતભાઇ ડી. ભીન્ડે, ખજાનચી ધીરુભાઇ ઠક્કર તથા સહમંત્રી રોહિતભાઇ જોબનપુત્રા અને સહખજાનચી સતીશભાઇ મિરાણી રહ્યા હતા. આ પ્રવૃત્તિ માટે માધાપર લોહાણા સમાજવાડી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નટવરલાલભાઇ રાયકુંડલ તથા સમાજરત્ન શશિકાંતભાઇ ઠક્કરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer