જરૂરતમંદ લોકોને સાધનની સહાય પૂરી પાડી સેવાભાવી સંસ્થાનો સધિયારો

જરૂરતમંદ લોકોને સાધનની સહાય પૂરી પાડી સેવાભાવી સંસ્થાનો સધિયારો
ગાંધીધામ, તા.11 : આદિપુરની સંસ્થા માનવતા ગ્રુપ દ્વારા એકાંતરે જરૂરતમંદોને આવશ્યકતા અનુસાર વિવિધ પ્રકારની સહાયતા કરવામાં આવે છે, જેમાં સમાજના વિવિધ દાતાઓની સહાયતા સામાજિક કાર્યોને વેગ આપવામાં મોટું પીઠબળ પૂરું પાડે છે. સ્વ. રાજેશકુમાર એલ. વ્યાસ (માધાપરવાલા)નું થોડા સમય અગાઉ આકસ્મિક અવસાન થતાં તેમની સ્મૃતિમાં માનવતા ગ્રુપ, આદિપુરના માધ્યમથી મહેશ્વરીનગરમાં રહેતા વિધવા બહેન વાલબાઇ પ્રેમજીભાઇ માંગલિયાને સિલાઇ મશીન તેમજ સેક્ટર પાંચમાં રહેતા દિવ્યાંગ સંતોષ શાખલાને ટ્રાઈસિકલ ભેટ આપવામાં આવી હતી. દાતા પરિવારના  અમીતા રાજેશકુમાર વ્યાસ, દિનેશ ભાટી, સારિકા ભાવસાર, હિના ચાવડા, કલ્પના ભાટી, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચા, વી.પી.કે. ઉન્ની મેનન, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ચેતન જોષી, રાજુ શર્મા, આદિપુર લોહાણા સમાજના આગેવાન શિવલાલભાઇ ઠક્કર, રાજેશ ચંદે, શિક્ષક પ્રકાશભાઇ પટેલ તેમજ માનવતા ગ્રુપના અને ગુજરાતી સેવા સમાજ આદિપુરના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. વ્યવસ્થા એડવોકેટ જવેરબેન આયડીએ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer