એક પણ વ્યકિત સરકારી લાભથી વંચિત ન રહે

એક પણ વ્યકિત સરકારી લાભથી વંચિત ન રહે
ભુજ, તા. 11 : અહીંની અંજાર પ્રાંત કચેરી અંજાર તાલુકાના 10 ગામોના વર્ષ 2020-21ના આયોજન અને એટીવીટીના રૂા. 280.52 લાખના કામોના વર્કઓર્ડરનું વિતરણ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી આહીરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના કાળમાં કચ્છમાં માનવતા મહેંકી ઊઠી હવે સફાઇથી લઇ તબીબ ક્ષેત્ર સુધીના દરેક કર્મીએ, સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો કેન્દ્ર અને રાજ્ય સરકારના સેવાયજ્ઞમાં જોડાઇ કોરોના વોરિયર્સ બની ઊભા રહ્યા છે.આજે રૂા. 2.80 કરોડના આયોજન અને એટીવીટીના કામોના વર્કઓર્ડર વિતરણ કરવામાં આવ્યા છે. ઈશ્વરે આપેલી તકથી લોકકલ્યાણના કામો કરીએ. એકપણ વ્યકિત સરકારી લાભોથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ બનીએ. મુખ્યમંત્રીએ કુલ સાત યોજનાઓ એક છત્ર હેઠળ આરંભી લોકોને રોજગારી અને સરકારી લાભોથી લાભાન્વિત કર્યા છે. અંજાર મામલતદાર એ. બી. મંડોરીએ માહિતી આપતાં કહ્યું કે,  આયોજન અને એટીવીટીના કામોમાં એટીવીટી જનરલમાં રૂા. 110.91 લાખ, એટીવીટી અંગભૂત રૂા. 14 લાખ, અંગભૂત તાલુકા દીઠ રૂા. 25 લાખ, આયોજન જનરલ રૂા. 107.47 લાખ, આયોજન અંગભૂત રૂા. 14.99 લાખ, ખાસ પ્લાન યોજના રૂા. 5 લાખ અને 5 ટકા પ્રોત્સાહક યોજનાના રૂા. 3.15 લાખ થઇ કુલ રૂા. 280.52 લાખ કામોના વર્કઓર્ડર અપાયા હતા.  મુખ્યમંત્રીની આગેવાની હેઠળ રાજ્ય સરકાર કચ્છના વિકાસ માટે સક્રિય છે. સ્મૃતિવન ભુજિયો, શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ, ઈન્ડિયા હાઉસને આધુનિક પ્રવાસન ક્ષેત્ર, કોટેશ્વર મહાદેવ, માતાના મઢ તેમજ નર્મદા વિકાસના કામોથી કચ્છને પ્રવાસન તરીકે અને ઔદ્યોગિક રીતે વિકસાવવા સરકાર તત્પર છે તેવું પણ જણાવાયું હતું. રાજ્યમંત્રીએ મેઘપર, બોરીચી, રતનાલ, સંઘડ, ચાંદરાણી, ટપ્પર, અજાપર, હીરાપર, ભુવડ, જરૂ અને ચંદિયા ગામોના વિકાસકામો માટે સરપંચોને વર્કઓર્ડર વિતરણ કર્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય શંભુભાઇ આહીરે મહામારી કોરોના વચ્ચે રાજ્ય સરકારે અંજાર માટે આયોજન અને એટીવીટીના વિકાસ કામો માટે તાત્કાલિક મંજૂરી આપી છે તેને બિરદાવી હતી. સ્વાગત પ્રવચનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સામાજિક અંતર જાળવી વિકાસ કામોને મંજૂરી આપી ગ્રામક્ષાએ લોકોને વિકાસની તકો ઊભી કરી છે. ગ્રામ સરપંચોની સમસ્યા અને પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ગાવિંદભાઇ ડાંગર, એટીવીટી કારોબારી ચેરમેન બાબુભાઇ આહીર, નાનજીભાઇ, ત્રિક્રમભાઇ તેમજ અગ્રણીઓ તથા દસ ગામોના સરપંચો અને તાલુકા પંચાયતના પદાધિકારી, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer