અંજાર તાલુકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સદંતર નિષ્ફળ

અંજાર, તા. 11 : શહેર તથા તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, સુધરાઈએ 87 મિ.મી. વરસાદ પડયો હોવાનું નોંધ્યું અને જાહેર કર્યું પરંતુ તાલુકાભરમાં આવો જ જોરદાર વરસાદ પડયો હોવા છતાં અને રતનાલ, દુધઈમાં પણ વરસાદમાપક યંત્ર હોવા છતાં કોઈ જ આંકડા જાહેર કરાયા ન હતા અથવા તો નોંધાયા જ નહોતા. તાલુકામાં ક્યાં-કેટલોવરસાદ પડયો એ અંગે તાલુકા પંચાયત કચેરી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં વારંવાર પૂછપરછ કરવા છતાં વરસાદના આંકડા અપાયા નહોતા. ઉલ્લેખનીય છે કે તાલુકામાં વરસાદ અંગેનો કોઈ જ કન્ટ્રોલરૂમ સુદ્ધાં શરૂ કરાયો નથી. તાલુકાના 67 ગામોમાં ક્યાંય કોઈ નુકસાની થઈ હોય, વીજળી પડી હોય, પાણી ભરાયા હોય કે દીવાલ ધસી પડી હોય એવી કોઈ જ ઘટના ઘટી હોય તો ત્યાં બચાવ-રાહત કામગીરી કેમ થાય ?   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer