વધુ ચાર વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જારી કરાયા

ભુજ, તા. 11 : કોરોનાના વધતા સંકમ્રણ વચ્ચે જિલ્લાના વધુ ચાર વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ?ઝોન જાહેર કરી આવશ્યક સિવાયની ગતિવિધિઓને પ્રતિબંધિત કરી દેવાઈ છે. અંજારની જજીસ કોલોનીના બ્લોક નંબર ઈ-1 ઘર નંબર 1થી 4ને 19 જુલાઈ સુધી, ગાંધીધામની વૈભવલક્ષ્મી સોસાયટી ગુરુકુળના વોર્ડ 10-એ પ્લોટ નં. 299, મકાન નંબર 1થી 10ને 19 જુલાઈ સુધી, અંતરજાળ રાજનગરના પાતાળિયા હનુમાન મંદિરથી પશ્ચિમ દિશાએ હરેશ ગાભા પરમાર, પૂર્વ દિશાએ વેલજી રણછોડના મકાનથી મુંદરા હાઈવે બાજુ વોડાફોન મોબાઈલ ટાવર સુધીના વિસ્તારને 19/7 તો અબડાસાના મોટી બેરની મહારાજ કોલોનીને 19 જુલાઈ સુધી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન કલેક્ટર દ્વારા જારી કરાયો છે. રાશન સહિતની ચીજવસ્તુઓ હોમ ડિલિવરીથી પૂરી પડાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer