મિરજાપરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે રાજસ્થાનીની ધરપકડ

ભુજ, તા. 11 : જેના ઉપર પ્રતિબંધ છે તેવા બાળકોને લગતા પોર્નોગ્રાફિક ચિત્રો અને વીડિયો મોબાઇલ ફોનમાં રાખવાના મામલે તાલુકાના મિરજાપર ગામેથી પોલીસે મૂળ રાજસ્થાન ઉદેપુરના વતની તિલક રામચન્દ્ર ગોપાવત (ઉ.વ.24)ની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિરજાપર ગામે સેન્ડલવુડ સોસાયટીમાં એક ઘરમાં રસોયા તરીકે કામ કરતા તીલક ગોપાવતને બાતમીના આધારે પકડીને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની તપાસ કરતાં તેની પાસેના બે મોબાઇલ ફોનમાંથી બાળ પોર્નોગ્રાફી સંબંધી સામગ્રી મળી આવી હતી. એસ.ઓ.જી. દ્વારા આ યુવાનની ધરપકડ કરી તેની સામે ભુજ  એ. ડિવિઝન પોલીસ મથકમાં આઇ.ટી. ધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer