વોંધનો શખ્સ સાત હજારના ગાંજા અને તમંચા સાથે ઝડપાયો

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાના વોંધ ગામે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થ અને હથિયાર સાથે ઝડપી પડાયો હતો. પોલીસના સત્તાવાર  સાધનો પાસેથી મળતી  વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે વોંધની મહારાષ્ટ્ર કોલોનીમાં ગત મોડી રાત્રીના અરસામાં કાર્યવાહી કરાઈ હતી. આરોપી સાલેમામદ ઉર્ફે અબુસાલે સુમાર કુંભારના કબ્જાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર  રીતે 1.167  કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરાયો હતો. ઝડપાયેલા  નશીલા પદાર્થની  કિંમત રૂા. 7000 આંકવામાં આવી છે. પોલીસે  વીવો કંપનીનો મોબાઈલ ફોન, ડિજિટલ  વજન કાંટો, પ્લાસ્ટિકની 123 નંગ કોથળીઓ સહિતનો મુદામાલ કબ્જે કર્યે હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી પાસેથી  રૂા. એક હજારની કિંમતનો દેશી તમંચો અને એક કારતૂસ પણ મળી આવ્યા હતા. જેથી એસ.ઓ.જી.એ આરોપી સામે હથિયાર ધારા સહિતની કલમો તળે અલગથી ગુનો દર્જ કર્યે છે. આરોપી કયાંથી ગાંજો લાવ્યો હતો, કોને આપવાનો હતે, તમંચો કોની પાસેથી ખરીદ્યો હતો. તે સહિતની વિગતો મેળવવા ભચાઉ પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઝડપાયેલા આરોપીનો કોરોનાનો રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ  છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઈ. વી.પી. જાડેજા, પીએસઆઈ વી.જી. લાંબરીયા, ભૂપતસિંહ જાડેજા, દેવાનંદ બારોટ, જગદીશ સિંહ સરવૈયા, તખતસિંહ સિંઘવ, રવિરાજ પરમાર, ભાણજી પ્રજાપતિ, લાલજી તેરવાડીયા વિગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer