આધોઈ હુમલા પ્રકરણના ત્રણ આરોપીના જામીન થયા મંજૂર

ગાંધીધામ, તા.11 : ભચાઉ તાલુકાનાં આધોઈમાં હુમલા સાથે હત્યાના પ્રયાસના ત્રણ આરોપીઓની ભચાઉના એડિશનલ સેશન્સ જજે જામીન અરજી  મંજૂર કરી હતી. સામખિયાળી  પોલીસ મથકમાં  આધોઈ ઈશ્વરિયા મહાદેવ રોડ ઉપર ગમડાઉના ગામના ફરિયાદી ચનુભા ગંભીરસિંહ જાડેજાએ જૂની વાતનું મનદુ:ખ રાખીને મોટર સાઈકલને પાછળથી ગાડી ચડાવી   પ્રાણઘાતક હથિયારો વડે  હરભમ વેરશી  રબારી, રાણાભાઈ સોમાભાઈ રબારી, રૂપા મલુભાઈ રબારી, રણછોડ સોમાભાઈએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નેંધાવી હતી.ભચાઉના અધિક  સેશન્સ ન્યાયમૂર્તિ સમક્ષ આ ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુકત કરવા અરજી કરાઈ  હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ચાલેલી કાર્યવાહી બાદ અદાલતે રજૂ થયેલી  દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીનમુકત કરવા આદેશ આપ્યો હતો. આ કેસમાં  આરોપીપક્ષે ગાંધીધામના ભાવિન જે. જોષીએ દલીલો કરી  હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer