ગાંધીધામમાં યુવાનનો આપઘાત શાળાની ફી ઉઘરાણી કારણ ?

ગાંધીધામ, તા. 11 : શહેરના સેકટર 7 વિસ્તારમાં ગિરીશ બાલારામ કન્નર (ઉ.વ.38)એ  ગળાફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવ્યો હતો. આ બનાવમાં શાળાની ફી ભરવા અંગે કરાતા દબાણથી પગલું ભરાયું  હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. જો કે પોલીસે આ વાતને નકારી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી  મળતી વિગતો મુજબ શહેરની નવજીવન સોસાયટીમાં અકસ્માત મોતનો બનાવ આજે સવારે 9 થી 9.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. એક તબક્કે એવી ચર્ચા ઉઠી હતી કે શાળાના સંચાલકો દ્વારા  બાળકોની ફી ભરવા માટે સતત દબાણ કરાતું હતું. તેનાથી કંટાળી  યુવાને આ પગલું ભર્યું હતું અને આ અંગેની સ્યૂસાઈડ  નોટ પણ લખી હોવાનું  ચર્ચાતું હતું. આ અંગે તપાસનીશ અધિકારી બી. ડિવિઝન પી.એસ.આઈ. બી.એ. ચાવડાનો સંપર્ક સાધતાં તેમણે પરિવારજનોની પૂછપરછમાં આપઘાત પાછળનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું હતું.  તેમજ ફી ભરવાના દબાણના કારણે આ પગલુ ભર્યું હોવાની વાતને નકારી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer