દાહોદના લેન્ડ રેકોર્ડઝ કચેરીના બે અધિકારીને ઢોર માર મરાતાં આક્રોશ

ભુજ, તા. 11 : દાહોદની ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડઝ કચેરીના હેડ ક્વાર્ટર આસિ. તરીકે ફરજ બજાવતા વી. એન. સોલંકી તથા રાજ્યપત્રિત અધિકારી ડી. ડી. પટેલને ઢોર માર માર્યાના આક્ષેપ સાથે સંબંધિત કલેક્ટર સામે પગલાં લેવાની માંગ કરી હતી. અન્યથા તા. 15/7થી લેન્ડ રેકર્ડના તમામ કર્મચારી આંદોલન કરશે તેવું ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળે માંગ કરી છે. મંડળના હોદ્દેદારોએ બંને અધિકારીને દાહોદના કલેક્ટરની સૂચનાથી બોડીગાર્ડ દ્વારા ચાલુ મિટિંગમાં કોઈ પણ જાતના કારણ વિના દંડાથી ઢોર માર મારી કલેક્ટરની તાત્કાલિક બદલી કરવા, મારનાર સામે પોલીસ ફરિયાદની રાજ્ય મંડળના મહામંત્રીએ માંગ કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer