બિદડાના તજજ્ઞએ આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડરજજુ ઈજાના ઉપાય આપ્યા

બિદડા (તા. માંડવી), તા. 11 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબ સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડો. અશોક ત્રિવેદી દ્વારા ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી મહારાષ્ટ્રના મહિલા વિભાગ તરફથી આંતરરાષ્ટ્રીય વેબિનાર કાર્યક્રમમાં કરોડરજ્જુમાં ઈજા પછી શરીરમાં થતી શારીરિક તકલીફો તથા આ તકલીફમાંથી રાહત મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પર્યાવરણીય  થતા ફેરફાર ઉપરાંત શરીરને ગતિશીલ રાખવાના ઉપાયો સૂચવ્યા હતા.આ વેબિનારમાં ભારત ઉપરાંત વિદેશના સંખ્યાબંધ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કોરોના મહામારી સમયમાં પણ જયા રિહેબ સેન્ટર દ્વારા દિવ્યાંગજનોના શારીરિક નહીં પરંતુ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. જેના માટે સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સેવા જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થેટિક અને ઓર્થોટિક વિભાગ, કાર્ડિયોપલ્મોનરી, સ્પીચ તથા ઓડિયોલોજી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દર્દીઓની સેવામાં કાર્યરત છે. દિવ્યાંગજનોના પુન:વર્સન માટે છેલ્લા 18 વર્ષથી જયા રિહેબ સેન્ટર સેવા પૂરી પાડે છે. સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશી, આસિ. ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્ય, એડમિન ડો. લોગનાથન આ કાર્યમાં જહેમત ઉઠાવે છે. સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટીઓ શાંતિભાઈ વીરા, ડો. મયૂર મોતા તથા સ્ટાફ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. વેબિનારમાં 400થી વધુ લોકો જોડાયા હતા અને માહિતી મેળવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer