કોરોના સામે ખાનગી કંપનીમાં પાંચ સ્તરીય સલામતીની વ્યવસ્થાનો કરાયેલો અમલ

અંજાર, તા. 11 : દેશ લોકડાઉનના સમયગાળામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો છે તેમ વૈશ્વિક હોમ ટેક્સટાઈલ અગ્રણી વેલસ્પન ઈન્ડિયા લિમિટેડે તેના કર્મચારીઓના સ્વાસ્થ્ય કલ્યાણ અને સુરક્ષાની ખાતરી રાખવા માટે પાંચ સ્તરીય સલામતી કાર્યરેખા પેન્ટા પ્રોટોકોલ રજૂ કર્યો છે. પેન્ટા પ્રોટોકોલ થકી કંપનીએ સર્વ કર્મચારીઓ, સહયોગીઓ, ભાગીદારો, ગ્રાહકો અને અન્ય હિસ્સાધારકોએ ઓફિસો અને ઉત્પાદન એકમોમાં પોતાનું રક્ષણ કરવા માટે પાલન કરવાનાં વ્યવહારો, ધોરણો અને પ્રક્રિયાઓની વ્યાખ્યા ઉદ્યોગમાં કરી છે. આ પ્રક્રિયાનો અમલ કરવાનો હેતુ વર્તનમાં ફેરફાર કરવાની ચળવળની પહેલ કરવાનો છે, જેનાથી લોકો ભવિષ્યમાં જે રીતે જીવે, આદાન-પ્રદાન કરે અને વેપાર કરે તેમાં નવી વ્યાખ્યા કરશે. ઉપરાંત તેના સભ્યોના આધ્યાત્મિક સ્વાસ્થ્ય કલ્યાણની ખાતરી રાખવા માટે એપ્સ અને એઆઈ- પ્રેરિત રોબો સહિત સેંકડો પગલાંઓ પણ લેવામાં આવ્યાં છે. પેન્ટા પ્રોટોકોલ મજબૂત પાંચ સ્તરીય સલામતી કાર્યરેખા છે, જેમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ માર્ગદર્શિકાઓ, કાર્યસ્થળના વ્યવહારો, થર્મલ સ્કાનિંગ, સેનિટાઈઝેશન અને અનેક અન્ય કઠોર નિયમનો સમાવેશ થાય છે. કંપનીએ તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી રાખવા અને ફરજિયાત માર્ગદર્શિકાઓનું પાલન કરવાની ખાતરી રાખવા માટે તેનાં બધાં ઉત્પાદન એકમોમાં પોસ્ટરો, ટૂલબોક્સ ટોક્સ, સ્કિટ્સ થકી જાગૃતિ સત્રોના આયોજન તરીકે મહત્ત્વપૂર્ણ સર્વ પગલાં લીધાં છે. સર્વ કોમન જગ્યાઓ, કેન્ટીનમાં સમયાંતરે ઔષધિ ધુમાડાનો છંટકાવ કરાય છે અને દરેક વાહનના ડ્રાઈવરોના ફરજિયાત થર્મલ ક્રીનિંગ સહિત રોજના ઉપયોગ પૂર્વે નિર્જંતુક કરવામાં આવે છે. માસ્ક, હાથમોજાં જેવાં યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) ઉપયોગ કરવા માટે આપ્યાં છે અને શોપ ફ્લોરમાં ઈક્વિપમેન્ટ અને સાધનોનું નિયમિત સેનિટાઈઝેશન અને ઔષધિનો ધુમાડો કરવાની ખાતરી રાખવામાં આવે છે. કામકાજના કલાકો દરમિયાન સભ્યોને વૈકલ્પિક બેઠક વ્યવસ્થાનું પાલન કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વ-સ્વચ્છતા વ્યવહારોનું સખ્તાઈથી પાલન કરવાની સલાહ આપવામાં આવી છે તેવું કંપનીની એક યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer