ગળપાદરમાં સેનિટાઈઝિંગ સહિતની કોઈ કામગીરી ન થતાં ચિંતા પ્રસરી

ગાંધીધામ, તા. 11 : તાલુકાનાં ગળપાદરના ભવાનીનગરમાં કોરોના કેસે દેખા દીધા બાદ પણ આ વિસ્તારને સેનિટાઈઝિંગ તથા સીલ ન કરાયો હોવાની રાવ પંચાયતના સભ્યે જિલ્લા  આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી ગ્રામ પંચાયતના સભ્ય દશરથ બી. જોષીએ રજૂઆત  કરતા પત્રમાં કહ્યું હતું  કે તાજેતરમાં ભવાનીનગરમાં  કોરોનાનો  એક કેસ આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા અહીં સર્વે પણ કરવામાં આવ્યો છે, પરંતુઆ બનાવના 24 કલાક બાદ પણ અહીં  સેનિટાઈઝેશનની કામગીરી  કરવામાં આવી નથી તેમજ આ જે સ્થળેથી કેસ આવ્યો છે  તે ગલીને  પણ સીલ કરાઈ નથી.વધુમાં  તેમણે કહ્યું હતું કે   ત્વરિત કામગીરીના અભાવે આ વિસ્તારના લોકો વિના સંકોચે  બહાર  ફરી રહ્યા છે.  આ સ્થિતિમાં કોરોનાનો શિકાર  થનારાની સંખ્યા વધી શકે છે. જેની જવાબદારી કોની તેવો પ્રશ્ન પત્રમાં ઉઠાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer