દેશના વીર જવાનોને રક્ષાકવચ મોકલવા કચ્છભરને અપાતું ઇજન

ભુજ, તા. 11 : લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સ દ્વારા આપણા દેશના જાંબાઝ જવાનો જે ભારત-પાકિસ્તાન, ભારત-ચાઇના બોર્ડર પર અડીખમ, અવિરત રક્ષા કરી રહ્યા છે તેમના કાંડા પર બહેન થઇને રાખડી બાંધવી તે આપની  નૈતિક ફરજ થાય છે પણ અત્યારે `કોરોનાના કહેર વચ્ચે અને સરકારના આદેશ અનુસાર આપણે તેમને રાખડી બાંધવા જઇ નથી શકતા, પણ તેઓની રક્ષા માટે આપણે રક્ષાબંધનના પાવન પર્વે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બટાલિયન વિંગ કમાન્ડન્ટ દ્વારા રક્ષાકવચ-રાખડી મોકલીશું, તો આપ સૌના સહયોગ અને મિત્ર વર્તુળ અને સંદેશ શક્ય હોય તેટલો વહેતો મૂકીને એક, બે કે શક્ય તેટલી રાખડીઓ મોકલીને સપ્રેમ ઋણ ચૂકવવામાં સહભાગી બનીએ. 11થી 14 જુલાઇ સુધી આ સ્થળે રાખડીઓ મોકલાવી શકો છો. રિયલ ચોઇસ- તળાવ શેરી, ભુજ, મહાવીર પ્રોવિઝન સ્ટોર- યોગીરાજ પાર્ક, સંસ્કારનગર-ભુજ, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર-રેવન્યુ કોલોની સામે, ભુજ, મયૂર જ્વેલર્સ-મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, ભવનાથ મહાદેવ મંદિર- ભાનુશાલીનગર, હનુમાન મંદિર, તોરલ ગાર્ડન પાસે, પ્રમુખસ્વામીનગર,  સી/9 ભાગ્યલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર-  કતીરા શોપિંગ સેન્ટર પ્રમુખસ્વામીનગર, મહાલક્ષ્મી ખીરુ-ઓપો. રિલાયન્સ મોલ, ભાનુશાલીનગર, ભુજ, અંજલિ ફરસાણ-સંસ્કારનગર, ભુજ, શ્રીજી હર્બલ બ્યૂટીપાર્લર-આર.ટી.ઓ. રિલોકેશન સાઇડ, શેરી નં. 1. ઉલ્લેખનીય છે કે, દેશની પશ્ચિમ સરહદે બેઠેલા આપણે સૌએ  સૈન્યની રક્ષા કાજે આ સહિયારા માનવીય અને સંવેદનશીલ યજ્ઞમાં જોડાઇ શકીએ એ માટે જ લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સ દ્વારા `કચ્છમિત્ર'ના સથવારે સરહદ સે સરહદ તક...કચ્છ સે કશ્મીર તક... શીર્ષક સાથે આ નવતર ઝુંબેશ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer