આત્મનિર્ભર લોન સહાય માટે થાપણનો આગ્રહ અને પૂરું 8 ટકા વ્યાજ ?

ભુજ, તા.10 : કોરોના દરમ્યાનના લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ રહેતાં રોકડ?પ્રવાહની મુશ્કેલીમાં આવી ગયેલા નાના વર્ગને ફરી ઝડપી બેઠા થવામાં સહાયના ઉમદા હેતુથી ગુજરાત સરકારે આત્મનિર્ભર સહાયની તબક્કાવાર બે લોન યોજના જાહેર કરી, પરંતુ લોનદાતા સંસ્થાઓને જાણે ગુજરાત સરકાર પર પણ ભરોસો ન હોય તેમ પૂરું આઠ ટકા વ્યાજ વસૂલવાની શરત મુકાય છે તેમજ 25,000 જેવી રકમની ડિપોઝિટ માટે પણ આગ્રહ રખાતો હોવાની રાડ ઊઠી છે. લોન અરજદારોએ નામ નહીં આપવાની શરતે એવો દાવો કર્યો હતો કે, કેટલીક બેંકોમાં આ યોજનામાં મોટા ભાગે સભાસદોને જ લાભ મળે તેવું વલણ દેખાય છે. અમે ઘણી બેંકોમાં પ્રયાસ કર્યો છે. જો અમારી પાસે મોટી રોકડ હોય તો લોનની શી જરૂર ? પરંતુ 25,000 જેવી ડિપોઝિટ કે ચાલુ ખાતામાં રકમ મૂકવાનો આગ્રહ રખાય છે. આ લોકોએ વધુમાં આરોપ મૂક્યો કે વ્યાજ પણ પૂરું આઠ?ટકા કાપી લેવાશે તેવી સ્પષ્ટતા કરાઇ?છે. ખરેખર બંને યોજનામાં અનુક્રમે બે ટકા અને ચાર ટકા પ્રમાણે જ વ્યાજ કાપવાનું રહે?છે. પછી જ્યારે સરકાર નાણાં ફાળવે ત્યારે બેંકોએ તેની પાસેથી લેવાના રહે છે. જો કે, મોટેભાગે પહેલેથી 8 ટકા કાપી લેવાશે અને પછી જ્યારે સરકાર આપશે ત્યારે તમામ ખાતામાં જમા થઇ જશે એમ કહેવાય છે. ખરેખર આ કોઇ જામીન વિના રકમ આપવાની જાહેરાત હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer