વધુ બે કેસ નોંધાતાં અંજાર કોર્ટના સ્ટાફ કવાર્ટરને કરાયું સેનિટાઇઝ

અંજાર, તા. 10 : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાના ભારતમાં સંક્રમણની સંખ્યા રોજ વધી રહી છે ત્યારે અંજાર કોર્ટમાં ફરજ બજાવતા યુવરાજસિંહ મહિપતસિંહ જાડેજા અને પ્રિ. સિવિલ સિનિયર જજ પી. જે. ચૌધરીના પત્ની મિતાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અંજાર પ્રાંત અધિકારી ડો. વી. કે. જોષી, અંજાર મામલતદાર એ. બી. મંડોરી, અંજાર શહેર પી.આઇ. એ. જી. સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયા, ચીફ ઓફિસર સંજય એસ. પટેલ, અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશ વી. ઠક્કર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઇ સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેનીભાઇ આર. શાહ, સેનિટેશન ચેરમેન દીપક આર. આહીરના માર્ગદર્શન તળે નગરપાલિકાના કચેરી અધીક્ષક ખીમજી પાલુભાઇ સિંધવ, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર રમેશ પી. મસુરિયા, સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ એમ. લોંચાણી, શંકરભાઇ એલ. સિંધવ, પ્રતાપભાઇ પરમારે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ટના સ્ટાફ કવાર્ટર સેનિટરાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer