સ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન

સ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન
ભુજ, તા. 7 : ગુજરાતના સૌથી મોટા ફેશન શો `ફેશન આઇકોન ઓફ ગુજરાત' (ઓનલાઇન)માં ભુજની માનસી હેમંત સોનીએ `સ્માર્ટી ટીન્સ' કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઇવેન્ટમાં નિર્ણાયક તરીકે પૂજા વ્યાસ (ટીઆરા મિસીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ), ચિંતન વાસી (ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર), મનીષ રેશમવાલા (એવોર્ડ વિજેતા ફેશન ડિઝાઇનર), મીતા કેતન નાયક (એવોર્ડ વિજેતા ફેશન કોરિયોગ્રાફર) રહ્યાં હતાં. ઇવેન્ટનું આયોજન વિનિક્સ સેલિબ્રેશન, પ્રિયાંશી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. માનસીનો કોસ્ચ્યુમ ડિઝાઇન સ્વીસ મીસ દ્વારા, મેકઅપ આર્ટીસ્ટ મીનાબેન રામભાઇ ઠક્કર, રેમ્પ વોક માટેનું ગાઇડન્સ હિતેન ચાવડાએ આપ્યું હતું. આ ફાઇનલ શોનું ડાયરેક્શન વિકી શાહે કર્યું હતું. નોંધનીય છે કે, માનસી ફિલ્મ મોંહે જો દરો, સાવધાન ઇન્ડિયા, નાટકો, ગુજરાતી તેમજ હિન્દી આલ્બમ સોંગમાં કામ કરી ચૂકી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer