ઇંગ્લેન્ડની ધીમી શરૂઆત

સાઉથમ્પટન, તા. 8 : કોરોના મહામારીને લીધે 116 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી વરસાદના વિઘ્ન વચ્ચે થઇ હતી. આજથી શરૂ થયેલી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં વરસાદને લીધે લંચ બાદ રમત શરૂ થઇ હતી.  જો કે આ પછી ફરી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા હેવાલ મુજબ ઇંગ્લેન્ડે 1 વિકેટે 35 રન કર્યા હતા. સિબલી શૂન્ય રને આઉટ થયો હતો. બર્ન્સ 20 રને તથા ડેનલી 14 રને દાવમાં હતા. મેચના પ્રારંભ પૂર્વે મેદાન પર હાજર તમામ કેરેબિયન ખેલાડી, અમ્પાયર અને ઇંગ્લેન્ડના બન્ને ઓપનરે અશ્વેતોના સમર્થનમાં ઘૂંટણ ટેકાવ્યા હતા. કેરેબિયન ખેલાડીઓએ રંગભેદ વિરોધી લોગોવાળા ટી-શર્ટ પણ પહેર્યાં હતાં. કોરોનાને લીધે લગભગ ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ ઠપ હતું. આથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર ઇંગ્લેન્ડ-વિન્ડિઝની પહેલી ટેસ્ટ પર હતી. જો કે રમતના પહેલા દિવસે વરસાદ વિલન બન્યો હતો. આઇસીસીની નવી ગાઇડ લાઇન્સ સાથે ખાલી સ્ટેડિયમમાં પહેલીવાર ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ દાવ પસંદ કરનાર ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. લંચ બાદ શરૂ થયેલી રમતમાં ઇનિંગની બીજી જ ઓવરમાં ડોમ સિબલે ઝીરોમાં શેન ગેબ્રિયલના દડામાં કલીન બોલ્ડ થયો હતો. વરસાદના વિઘ્નને લીધે ફરી રમત અટકી ત્યારે રોરી બર્ન્સ 2 અને જો ડેન્લી 1 રને ક્રિઝ પર હતા. ઇંગ્લેન્ડના 1 વિકેટના ભોગે 3 રન થયા હતા. ઇંગ્લેન્ડે આજે તેની ઇલેવનમાં અનુભવી ઝડપી બોલર સ્ટૂઅર્ટ બ્રોડને પડતો મૂકીને માર્ક વૂડને તક આપી હતી. નિયમિત સુકાની જો રૂટ પુત્રીનો પિતા બન્યો છે. તે પહેલેથી જ વિશ્રામ પર હતો. આથી ઇંગ્લેન્ડનું સુકાન બેન સ્ટોકસ સંભાળી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer