શિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત

ભુજ, તા.8 :પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રજનીભાઇ મકવાણા અને મહામંત્રી બળવંતભાઇ છાંગા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર?પાઠવી સી.પી.એસ. એકાઉન્ટ બાબતે આવેદનપત્ર અપાયું હતું, જે બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના સી.પી.એસ. એકાઉન્ટ બાબતની કાર્યવાહી તમામ જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં જ નિયત સમયે કરવામાં આવે છે. આ કાર્યવાહી માટેના યુઝર આઇ.ડી. અને પાસવર્ડ જિલ્લા લેવલે ફક્ત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તક અને દેખરેખ તળે હોય છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા વધારે હોતાં નિયત સમયમર્યાદામાં શિક્ષકોના સી.પી.એસ. ખાતાં ખોલવાની કામગીરી થઇ?શકેલ નથી. આ મુશ્કેલીમાંથી મુક્ત થવા રાજ્યકક્ષાએથી સી.પી.એસ. માટેના યુઝર આઇ.ડી. અને પાસવર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીને ફાળવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ ખેતશીભાઇ ગજરા, તાલુકા અધ્યક્ષ રજનીભાઇ મકવાણા, રમેશભાઇ વણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer