ગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો

ગાંધીધામ, તા. 8 : શહેરના ઓસ્લો સર્કલ નજીક બાઇક પર સવાર બે શખ્સ પાસેથી રૂા. 3200નો 4 બોટલ દારૂ જપ્ત કરાયો હતો. શહેરના સુંદરપુરી આહીરવાસમાં રહેતા માણદા ભગા આહીર અને ઇશ્વર ભગા આહીર નામના શખ્સો બાઇક નંબર જીજે- 12-સીએફ- 2376 લઇને પસાર થઇ રહ્યા હતા. આ શખ્સો ઓસ્લો પાસે પહોંચતાં પોલીસે તેમને અટકાવ્યા હતા. આ બંનેના કબ્જામાં રહેલા કંતાનની તલાશી લેવામાં આવી હતી. તેમાંથી સિગ્નેચર બ્રાન્ડની 750 એમ.એલ.ની ચાર બોટલ કિંમત રૂા. 3200નો શરાબ મળ્યો હતો. પોલીસે બંનેને પકડી પાડયા હતા.આ શખ્સો દારૂની આવી મોંઘી બોટલ ક્યાંથી લાવ્યા હતા તે પોલીસ ઓકાવી શકી ન હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer