ડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો

ગાંધીધામ, તા.8 :ડીપીટીના પ્રશાસનિક ભવનને કંડલા ખસેડાય તો પૂર્વ કચ્છની સંભવિત જિલ્લા કલેકટરની કચેરી માટે આ ભવન ગુજરાત સરકારને સોંપવા ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતના પ્રમુખે કેન્દ્રીય શિપિંગ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. વિપક્ષના અગ્રણી સંજય ગાંધીએ રજૂઆત કરતા પત્રમાં કહયું હતું કે એક તરફ કંડલા ખાલી કરાવવા જહેમત ચલાવાઈ રહી છે. અહીંથી શાળા ગાંધીધામ શિફટ કરાઈ રહી છે અને ત્યાં રહેતા લોકોને કંડલા ખાલી કરવા હુકમ કરાયો છે. તો બીજી બાજુ ડીપીટીની પ્રશાસનિક કચેરી કંડલા ખસેડવા આદેશ  અપાયા છે.પૂર્વ કચ્છને કલેકટર મળવા જોઈએ તેવી ઘણા સમયથી માંગણી છે. જો ડીપીટી આ કચેરી કંડલા ખસેડે તો આ ભવનને ગુજરાત  સરકારને સેંપી  તેનો અત્રે પૂર્વ કચ્છની કલેકટર ઓફિસ  તરીકે ઉપયોગ થઈ શકે. પૂર્વ કચ્છના કલેકટર મળે તે માટે રાજય સરકાર આગળ વધી શકે છે.પૂર્વ કચ્છના અલગ કલેકટર મળવાથી અનેક પ્રશ્નો ઉકેલાઈ જશે તેમજ સ્થાનિકો લોકોને સગવડતા મળી રહે. આ અંગે યોગ્ય કરવા તેમણે માંગ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer