ગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો

ગાંધીધામ, તા. 8 :આ સંકુલમાં વાહનોની અવર-જવરથી સતત ધમધમતા એવા ટાગોર રોડ   ઉપર થતા દબાણોની કાયમી સમસ્યા ઉકેલવા માંગ ઉઠી છે. ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડની આજુ-બાજુમાં છેલ્લા લાંબા સમયથી દબાણોની સમસ્યા ઊભી થઈ છે. સમયાંતરે  માર્ગ અને મકાન વિભાગ ધ્વારા દબાણકારોને નોટિસ આપવા તથા દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં થોડા સમયના અંતે અત્રે ફરી દબાણો ગોઠવાઈ જાય છે. આ કાયમી સમસ્યા  ઉકેલાય તેવા પ્રકારનું આયોજન કરવા માંગ ઉઠી છે. જાણકારોએ કહ્યંy હતું  કે થોડા સમય અગાઉ આર એન્ડ બી ધ્વારા ગાંધીધામ નગરપાલિકા અને પૂર્વ કચ્છ પોલીસ વડાને પત્ર લખીને આ માર્ગની આજુ-બાજુમાં દબાણ ન થાય તે જોવા અનુરોધ કરાયો હતો.જે તે સમયે શહેરની જુદી-જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ  વૃક્ષારોપણ માટે જમીન આપવા પણ વિચારણા પણ કરાઈ હતી.ત્યારબાદ આ મુદે કોઈ નોંધપાત્ર નિર્ણય લેવાયો નથી. આ માર્ગ ઉપર વારંવાર થતાં દબાણોને નિવારવાની દિશામાં  જુદા-જુદા તંત્રો ધ્વારા પરસ્પર સંકલન દબાણ હટાવવા ઝુંબેશ ચલાવાય તેવી  સમયની માંગ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer