કોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો

ગાંધીધામ, તા. 8 : લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા તમામ જ્ઞાતિના કોરોના યોદ્ધા તરીકે સેવા આપતા તબીબો માટે વેબિનારના માધ્યમથી જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો.  અમદાવાદ ખાતે કાર્યરત  કેન્દ્ર દ્વારા  કોરોના વોરિયર્સ  ખાસ કરીને એમ.ડી., એમ.એસ., એઁમ.બી.બી.એસ., ડોક્ટર્સ માટે જીવનસાથી પસંદગી વેબિનાર યોજાયો હતો. વર્ચ્યુઅલ  મિટિંગના આયોજનને બિરદાવતાં  ગુજરાત ઓર્થેપેડીક એસોસિએશનના પ્રમુખ નવીનભાઈ ઠકકરે  કહયું હતું કે આ પ્રકારનું આયોજન તમામ સમાજના લોકો માટે થાય તો   લગ્નવાંચ્છુક ઉમેદવારોને  જીવનસાથી પસંદગી માટે સરળતા રહે. સંસ્થાના પ્રમુખ કિશોર ઠકકરે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ  નિ:શુલ્ક વેબિનારમાં  ચેન્નાઈ, હૈદ્રાબાદ, ભુજ, કોઈમ્બતુર, નાસિક, ઈન્દોર,  અમદાવાદ, ગાંધીનગર,  રાજકોટ સહિતના સ્થળોથી તબીબો જોડાયા હતા. ત્રણ કલાક સુધી  ચાલેલા  કાર્યક્રમમાં  150થી વધુ  લોકોએ  લાઈવ ચેટીંગના માધ્યમથી ભાવિ જીવનસાથીના પસંદગીના માપદંડો ખુલ્લા દિલથી જણાવ્યા હતા. તમામ જ્ઞાતિજનો માટે તા.26/7 ના  વધુ એક વેબિનાર કાર્યક્રમ યોજાશે. વધુ માહિતી માટે  કિશોરભાઈ ઠકકર મો. 99040 35051 ઉપર  સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું હતું.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer