મણિનગર સ્વામિ.ગાદી સંસ્થાના આચાર્યસ્વામીની ગંભીર તબિયત

મણિનગર સ્વામિ.ગાદી સંસ્થાના આચાર્યસ્વામીની ગંભીર તબિયત
અમદાવાદ, તા. 7 : અહીં મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની છેલ્લા 10 દિવસથી તબિયત લથડતાં તેમના સ્વાસ્થના સુધાર માટે વિશ્વના સ્વામિ. ગાદી હસ્તકના તમામ મંદિરોમાં ધૂન પ્રાર્થના થઇ રહી છે. આચાર્ય મહારાજને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ફેફસાંની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની ગંભીર તબિયતને સ્વસ્થ બનાવવા તબીબો તમામ પ્રયાસ કરી રહ્યા છે તેમજ મંદિરોમાં વૈશ્વિક પ્રાર્થના કરાઇ રહી છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી વૈશ્વિક શાંતિ અને સદ્ભાવ માટે હંમેશાં પ્રયત્નશીલ રહ્યા છે. દેશવિદેશમાં સત્સંગના પ્રસારની સાથે શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રે હંમેશાં યોગદાન આપતા રહ્યા છે અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer