કચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 7 : જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે માઇક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યા પણ વધી રહી છે. આજે જિલ્લાના તાલુકાના વધુ નવ વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.અબડાસાના સાંઘીપુરમની બાબા લેબર કોલોનીને 16 જુલાઇ સુધી, રાપરના અયોધ્યાપુરી આરેઠિયા શેરી, પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારને 17 જુલાઇ સુધી, અંજારના વિજયનગરમા ઘર નંબર એમ-5થી એમ-7 અને 103 તેમજ ઘર નં એલ-4થી એલ-6, ઘર નંબર 57-58ને 17 જુલાઇ સુધી, ભચાઉના ખારોઇ ગામના સુથારવાસમાં ભરત સુથારથી બાબુ છગન કોલીના ઘર સુધીના વિસ્તારને 16 જુલાઇ સુધી, ભુજમાં જિ. પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલા સરકારી કવાર્ટરને 16 જુલાઇ સુધી, માંડવીના નાની ખાખર ગામના વચલો ફળિયો-નવાવાસને 16 જુલાઇ સુધી, વરસામેડીમાં અંબાજીનગર-17, ઘર નંબર 40-એથી 61-બી.ને 17 જુલાઇ સુધી, મુંદરાના પત્રીની યાદવનગર સોસાયટીના સાત ઘરને 17 જુલાઇ સુધી,તો નખત્રાણા તાલુકાના નિરોણાના ભાનુશાલી ફળિયા, શેરી નંબર 1 અને 2-માં રણછોડ ખેતશી ભાનુશાલીથી હરેશ વિશ્રામ ભાનુશાલીનાઘર સુધીના વિસ્તારને 17 જુલાઇથી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જારી કરાયો છે. સબંધિત વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુની હોમ ડિલિવરી કરાશે. ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer