કચ્છ યુનિ.એ મેરિટ બેઝ્ડ પદ્ધતિનું પ્રથમ પરિણામ જાહેર કર્યું

ભુજ, તા. 7 : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે અનુસ્નાતક તેમજ લોની પરીક્ષા લેવાનું યથાવત્ રાખી સેમે. 4ના પરીક્ષાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન પદ્ધતિથી આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત કચ્છ યુનિ. દ્વારા આ સિસ્ટમ હેઠળ પ્રથમ પરિણામની જાહેરાત કરી છે.કચ્છ યુનિ.ની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આજે બીબીએ સેમે. 4નું પરિણામ જાહેર કરી યુનિ.ની વેબસાઈટ પર મૂકી દેવાયું છે. એ જ રીતે અન્ય પરિણામોની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવું જણાવાયું હતું.આજે જાહેર થયેલા બીબીએ સેમે-4ના પરિણામમાં કુલ બેઠેલા 227માંથી 159 પાસ થતાં ઉત્તીર્ણ થનારા છાત્રોની ટકાવારી 70.04 ટકા રહી હતી. 31 છાત્રો એ-ગ્રેડમાં પાસ થયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer