કે.ડી.સી.સી. કેસમાં શાખા મેનેજર સહિત ત્રણને હાઇકોર્ટના જામીન

ભુજ, તા. 7 : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના કરોડો રૂપિયાના મંડળીઓને સંલગ્ન કૌભાંડના ફોજદારી કેસમાં ધરપકડ કરાયેલા બેન્કના જે તે સમયના શાખા મેનેજર સહિત વધુ બે આરોપીને રાજ્યની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા. બેન્કના જે તે સમયના નલિયા શાખાના મેનેજર એવા પાંચ કેસના આરોપી સંજય રમેશચંદ્ર ત્રિપાઠી અને અન્ય બે આરોપી સાભરાઇ સેવા સહકારી મંડળીના અશોક શામજી પલણ અને મામદ સુમાર કુંભારને હાઇકોર્ટ દ્વારા આજે જામીન અપાયા હતા. આરોપીઓ વતી હાઇકોર્ટમાં વકીલ તરીકે કૃતિબેન શાહ અને મનીષ પટેલ તથા સ્થાનિકે અમિત એ. ઠક્કર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચકચારી આર્થિક ગફલાના કિસ્સામાં સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગ દ્વારા 34 આરોપી વિરુદ્ધ ગુના દાખલ કરી 26 તહોમતદારની એકસાથે ધરપકડ કરી હતી. જે પૈકી આઠ જણને અગાઉ અને ત્રણ જણને આજે જામીન અપાયા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer