વિશ્વ મુક્કેબાજી ક્રમાંકમાં અમિત પંઘાલ પહેલા સ્થાને

વિશ્વ મુક્કેબાજી ક્રમાંકમાં અમિત પંઘાલ પહેલા સ્થાને
નવી દિલ્હી, તા. 6 : ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશને મહિલા અને પુરુષ મુક્કેબાજોના વિશ્વ ક્રમાંક જાહેર કર્યાં છે. જેમાં બાવન કિલો વર્ગમાં ભારતનો અમિત પંઘાલ પ્રથમ સ્થાને છે. જયારે મહિલા વિભાગમાં 48 કિલો વર્ગમાં મંજૂ રાની બીજા ક્રમે છે. જયારે પાંચ વખતની વિક્રમી વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ 69 કિલો વર્ગમાં ત્રીજા નંબર પર છે. વિશ્વ મુક્કેબાજી ક્રમાંકમાં ભારતના 8 પુરુષ ખેલાડી અને 13 મહિલા ખેલાડીને ક્રમાંક મળ્યા છે. અમિત પંઘાલ પહેલા 2009માં વિજેન્દરસિંઘે વિશ્વ ક્રમાંકમાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer