નર્મદાનાં નીર હવે વહેલી તકે કચ્છ પહોંચશે : વિકાસ માટે સરકાર મક્કમ

નર્મદાનાં નીર હવે વહેલી તકે કચ્છ  પહોંચશે : વિકાસ માટે સરકાર મક્કમ
વિથોણ (તા. નખત્રાણા), તા. 5 : નર્મદાનાં નીર હવે વહેલી તકે કચ્છમાં આવશે તેવું કેબિનેટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ  ચૂડાસમાએ ઉમિયા માતાજી વાંઢાયમાં કહ્યું હતું.  કચ્છના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. રાજકીય મુલાકાતે આવેલા મંત્રી શ્રી ચૂડાસમાએ ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, વલમજી હુંબલ, અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા વિગેરે સાથે વાંઢાય ઉમિયા મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો બાબુભાઈ ચોપડા, દિલીપભાઈ પટેલ, જયસુખ પટેલ, સુરેશભાઈ, નવીનભાઈ, લાલજીભાઈ રામાણી, પ્રવીણસિંહ વાઢેર, ભરતભાઈ સોમજિયાણી, ઉદય પટેલ, હરિસિંહ રાઠોડ, જયંત માધાપરિયા, અશોક પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમ્યાન શ્રી ચૂડાસમાએ કચ્છમાં પાણીની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર કટિબદ્ધ છે અને પ્રયત્નો ચાલુ છે, તેમણે કચ્છ સાથે અપાર પ્રેમ છે તેવું જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer