અયોધ્યા ખાતે નિર્માણ પામનારા રામમંદિર માટે પ્રેરણાપીઠ તીર્થની જળ-માટીની આહુતિ

અયોધ્યા ખાતે નિર્માણ પામનારા રામમંદિર  માટે પ્રેરણાપીઠ તીર્થની જળ-માટીની આહુતિ
નખત્રાણા, તા. 4 : તાજેતરમાં પ્રેરણાપીઠ પીરાણા તીર્થધામ મંદિરમાં અયોધ્યા ખાતે નિર્માણ પામનારા રામમંદિરની પાયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવનારા જળ અને માટીના કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ પીરાણા ખાતેના સંતો, ભાવિક ભકતો, વિશ્વ હિન્દુ પરિષદ સંઘના પદાધિકારીઓ, ગુજરાત વિભાગના અશોકભાઇ રાવળ, ગુજરાત ક્ષેત્રમાંથી રાજેશભાઇ પટેલ, ઉત્તર વિભાગના મુકેશભાઇ ગોર, ગાંધીનગર વિભાગના મંત્રી જયેશભાઇ આહીર, કર્ણાવતી ગ્રામ જિલ્લામંત્રી તથા વીએચપીના કાર્યકરોની ઉપસ્થિતિમાં સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી, સંતોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કળશનું શાત્રોકત મંત્રોચ્ચાર, શ્લોકો સાથે પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીફળ, જળકુંભ, માટી અશોકભાઇના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer