ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું પર્વ `ગુરુપૂર્ણિમા''

ભારતવર્ષની સંત પરંપરાને  વંદન કરવાનું પર્વ `ગુરુપૂર્ણિમા''
અમદાવાદ, તા. 6 : આ વરસે મહામારીના પ્રકોપથી લોકડાઉનને કારણે ગુરુપૂર્ણિમા મહોત્સવ બંધ રખાયો હતો ત્યારે એસ.જી.વી.પી. ગુરુકુળમાં શાત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, હરિભક્તોની હાજરી વિના ઓનલાઇન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવાયો હતો. આ પ્રસંગે ચારેય સંતોનું, સંતોએ તથા રામપ્રિયજીએ કુંભથી સ્વાગત કર્યું હતું. સંગીતવૃંદમાં ઘનશ્યામ ભગત, કૌશિક, કુંજવિહારીદાસજી સ્વામી, દર્શનપ્રિયદાસજી સ્વામી વિગેરે કલાકારોએ ગુરુ મહિમાનું કીર્તન કર્યું હતું. પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ભગવાનની પ્રસાદીભૂત પાદુકા, વ્યાસ ભગવાન રચિત ચારેય વેદ અને ગુરુ પરંપરામાં શાત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય યોગી સ્વામીની ચિત્ર પ્રતિમાનું ગુરુપૂજન કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુના ગુરુ તો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ, ગુરુપૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ છે. વધુમાં જણાવ્યું હતું કે, સદ્ગુરુ મળે એ તો મહત્ત્વનું છે. એનો નાદ ઝિલાય એ ખૂબ જ મહત્ત્વનું છે. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. એવા નારાયણ ભગવાનનું જે ભજન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે. આ પ્રસંગે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ગુરુકુળના કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી, મેમનગર ગુરુકુળથી વિશ્વવિહારીદાસજી સ્વામી, કોઠારી મુક્તસ્વરૂપદાસજી સ્વામી તેમજ રીબડા ગુરુકુળથી ધર્મવત્સલદાસજી સ્વામી, હરિનંદનદાસજી સ્વામી વગેરે સંતોએ ગુરુવર્ય શાત્રી માધવપ્રિયદાસજી સ્વામીને હાર પહેરાવી પૂજન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભક્તિવેદાંત સ્વામીએ સંભાળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer