પહેલી ટેસ્ટમાંથી બ્રોડ બહાર થશે ?

પહેલી ટેસ્ટમાંથી બ્રોડ બહાર થશે ?
સાઉથમ્પટન, તા.6 : ઇંગ્લેન્ડના સિનીયર ફાસ્ટ બોલર સ્ટૂઅર્ટ બ્રોડને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ બુધવારથી શરૂ થઇ રહેલી પહેલી ટેસ્ટમાં આખરી ઇલેવનમાં કદાચ સ્થાન મળશે નહીં. ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ જેમ્સ એન્ડરસન સાથે જોફ્રા આર્ચર અને માર્ક વૂડની જોડીને તક આપવા માગે છે. જો આવું થશે તો પાછલા 8 વર્ષમાં પહેલીવાર ઘરેલુ ટેસ્ટ મેચમાં બ્રોડને બહાર થવું પડશે. આર્ચર અને વૂડે અભ્યાસ મેચમાં સારા દેખાવ કર્યા છે. બ્રોડને છેલ્લે 2012માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ જ ઘરેલુ મેચમાં ઇલેવનમાંથી જગ્યા મળી ન હતી. તેના નામે ટેસ્ટમાં કુલ 48પ વિકેટ છે અને એન્ડરસન પછીનો ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટ લેનારો બોલર છે. ઇંગ્લેન્ડના કોચ સિલ્વરવૂડ અને કાર્યવાહક સુકાની સ્ટોક્સ ઇલેવનમાં ઓફ સ્પિનર ડોમેનિક બેસને મોકા આપવાનું મન બનાવી ચૂકયા છે. આથી બ્રોડને લગભગ બહાર બેસવાનો વારો આવી શકે છે. કોરોનાને લીધે દુનિયા થંભી ગઇ તેને લીધે 117 દિવસના વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુન: શરૂ થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો કરશ. જો કે, આ ટેસ્ટ પ્રેક્ષકો વિના જ રમાશે. આ ટેસ્ટ માટે સંક્રમણ મુક્ત માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ક્રિકેટરોનો નિયમિત ટેસ્ટ થાય છે અને બહુ ઓછા કર્મચારીઓ કે સ્ટાફને સ્ટેડિયમમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer