ટી-20 વર્લ્ડકપ રદ્દ થશે અને આઇપીએલ યોજાશે તો સવાલ ઉઠશે: હકના પેટમાં ચૂંક

કરાચી, તા. 6 : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે કહ્યંy છે કે જો કોરોના મહામારીને લીધે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવશે અને તેની જગ્યાએ આઇપીએલનું આયોજન થશે તો સવાલ ઉઠશે જ. હકે જણાવ્યું કે વિશ્વ કપ અને આઇપીએલની તારીખ ટકરાઈ રહી છે. આથી ટી-20 વર્લ્ડ કપનો ભોગ લેવાની યોજના બની રહી છે. બીસીસીઆઇ મજબૂત છે અને આઇસીસી પર તેનો કંટ્રોલ છે. જો ઓસ્ટ્રેલિયા કોરોનાને લીધે ટી-20 વર્લ્ડ કપના આયોજનની ના પાડશે તો એ સમયગાળામાં આઇપીએલનું આયોજન થશે. જે સામે કોઇને વાંધો રહેશે નહીં. આથી સવાલ તો ઉઠવાના જ. હકે જણાવ્યું કે આઇપીએલ બીસીસીઆઇની અંગત લીગ છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપ આઇસીસીની વૈશ્વિક ટૂર્નામેન્ટ છે. આથી તેને પ્રાધાન્ય મળવું જોઇએ. એશિયા કપ પણ એક મુદ્દો છે. જેની યજમાની પાકિસ્તાન પાસે છે અને સપ્ટેમ્બરમાં નિર્ધારિત કાર્યક્રમ છે. તેનાં ભવિષ્ય પર પણ કોઇ ફેંસલો લેવાયો નથી. આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે મજબૂત સંદેશો આપવો જોઇએ કે આઇપીએલ ભારતની ઘરેલુ લીગ છે તેના માટે વર્લ્ડ કપ રદ્દ થઈ શકે નહીં. તેમ અંતમાં હકે જણાવ્યું હતું. ઇન્ઝમામ ઉલ હકે પાક. તરફથી 120 ટેસ્ટ અને 378 વન ડે મેચમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer