દીનદયાળ બંદરે તકેદારીનું ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું

ગાંધીધામ, તા. 6 : કચ્છ ઉપર સર્જાયેલા હળવા દબાણના પગલે પાંચ દિવસની હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેના પગલે કંડલા બંદરે સ્થાનિક તકેદારીનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. ડીપીટી વેધશાળાના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં ઉત્તર દક્ષિણ દિશા તરફના દરિયાકાંઠે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શકયતા છે. ગાંધીનગર ખાતેથી આવેલી સૂચના મુજબ આજે દીનદયાળ પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આગામી તા. 9 સુધી વરસાદની સાથે સાથે પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે. જે કે આજે સાંજ સુધીમાં કંડલા બંદરે દરિયામાં કોઈ કરંટ નથી તેમજ વાતાવરણ પણ શાંત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંદર ઉપર કાર્ગો હેન્ડલીંગની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer