એકસંપ થઇ અબડાસા બેઠક જાળવી રાખવા કરાયેલી હાકલ

એકસંપ થઇ અબડાસા બેઠક  જાળવી રાખવા કરાયેલી હાકલ
નલિયા, તા. 6 : કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી કરનારને અબડાસા વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવવા હાકલ કરાઈ હતી. નલિયા  ખાતે કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો આગામી વિધાનસભાની પેટાચૂંટણી માટે અબડાસાના કોંગી આગેવાનો -કાર્યકરો સાથે નિરીક્ષક તરીકે નિમાયેલા ડો. સી.જે. ચાવડા અને અન્ય નિરીક્ષકોએ આગેવાન કાર્યકરોની વ્યક્તિગત રજૂઆત સાંભળી હતી. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય અને પ્રદેશ નિરીક્ષક ડો. શ્રી ચાવડાએ ભૂતકાળમાં પક્ષ છોડી ગયા હોય તેમની હાર થઇ છે એમ જણાવી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો નિશ્ચિત વિજય હોવાનું ઉમેર્યું હતું. પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગી કાર્યકરોને એકસંપ થઇ અબડાસા બેઠક જાળવી રાખવા હાકલ કરી હતી. સહ પ્રભારી હીરાભાઇ જોટવાએ કોંગી ઉમેદવારની પસંદગીમાં પૂરતી તકેદારી રાખી ઉમેદવારની પસંદગી કરાશે તેવી હૈયાધારણ આપી હતી. કોંગી અગ્રણી ભચુભાઇ આરેઠિયા, જિલ્લા કોંગી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પક્ષ પલટુઓને પ્રજા પાઠ ભણાવશે તેવું જણાવી હર હાલતમાં બેઠક જીતવા અનુરોધ કર્યો હતો. પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમા, જિ.પં. સદસ્યો કિશોરસિંહ જાડેજા, તકીશાબાવા સૈયદ, તાલુકા કોંગી પ્રમુખ ઇકબાલ મંધરા, પ્રવકતા મહેન્દ્રભાઇ ઠક્કર, માજી જિલ્લા પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, મહિલા પ્રમુખ ભાવનાબેન, અજિતસિંહ જાડેજા, મહામંત્રી જામભા સોઢા, તા.પં. વિપક્ષી નેતા અબ્દુલ ગજણ, માછીમાર અગ્રણી અબ્દુલાશા પીરજાદા, તા.પં. સદસ્યો રાવલ મીસરી જત, વિશ્રામ ગોરડિયા, અનવર મંધરા, જુવાનસિંહ જાડેજા, રમેશ ગરવા, ચેતન જોશી, મોહન વડોર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેન્દ્ર ઠક્કર, આભારવિધિ ઇકબાલ મંધરાએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer