પાલારા જેલ ક્વાર્ટર, ગડા રોડ કોડાય માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

ભુજ, તા. 6 : કચ્છમાં કેટલાક પોઝિટિવ કેસ નજરે પડતાં સંબંધિત વિસ્તારોને જિલ્લા કલેકટરે માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ભુજ તાલુકાના ગડા રોડ પર જ્યોતિ પાર્કની બાજુમાં એસ.ઓ.એસ.ની પાછળ ગડા પાટિયા પાસે આવેલા ઋષિ બંગલા વિસ્તાર, માંડવી તાલુકાના કોડાય ગામના વર્ધમાનનગર વિસ્તાર, ભુજના પાલારા જેલ સ્ટાફ કવાર્ટર, જેલ વિસ્તારના બી-1, જૂના બ્લોકને તા. 13-7 સુધી કોવિડ-19 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘેર પૂરી પાડવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer