અંજારમાં ફેસબુકના લખાણ અંગે યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 6 : અંજારના પ્રભાતનગર વિસ્તારમાં ફેસબુક ઉપર લખેલાં લખાણનું મનદુ:ખ રાખી એક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. અંજારના લીલાધર નરશી બાંભણિયાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાનના 12 વર્ષ પહેલાં વનિતાબેન સાથે લગ્ન થયાં હતાં અને એકાદ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા પણ થઇ ગયા છે. તેમના બે સંતાન આ ફરિયાદી સાથે રહે છે. છૂટાછેડા બાદ વનિતાબેને પ્રકાશ ચોટારા સાથે લગ્ન કર્યાં હતાં. દરમ્યાન ફરિયાદીએ પ્રકાશ ચોટારાનાં ફેસબુક એકાઉન્ટ ઉપર પોતાની અગાઉની પત્ની વિશે કોમેન્ટ કરી હતી. જેનું મનદુ:ખ રાખી પ્રકાશ તથા અન્ય બે ઇસમો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેના ઉપર તીક્ષ્ણ હથિયાર, લાકડી વડે હુમલો કરી નાસી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer