ઓનલાઇન શિક્ષણ દરમ્યાન તોફાની તત્વોની અયોગ્ય કોમેન્ટ

ભુજ, તા. 6 : કોરોના મહામારીના કારણે અત્યારે શાળા, હાઇસ્કૂલ અને કોલેજ કક્ષાનું શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે ત્યારે નેટ માધ્યમ પર પણ કેટલાંક તોફાની તત્વોએ પોત પ્રકાશ્યું છે. કેટલાક શિક્ષકોએ કરેલી ફરિયાદ અનુસાર કન્યાઓને શિક્ષણ આપતી શાળાઓ જ્યારે યુ-ટયુબ' પર ભણાવે છે, ત્યારે અભદ્ર કોમેન્ટ કરીને કેટલાંક તત્વો વિકૃતિ છતી કરે છે. `યુ-ટયુબ' ચેનલ વૈશ્વિકસ્તરે પ્રસારિત છે, એટલે તેમાં દુનિયામાં ગમે તે સ્થળેથી કોઇપણ વ્યક્તિ સારી નરસી કોમેન્ટ કરી શકે છે, આ તત્વોને પકડવાં પણ અઘરાં છે, તેના બદલે શાળાઓએ પોતાની એપ્લિકેશન બનાવીને છાત્રોને તેનો પાસવર્ડ આપવો જોઇએ તેવો મત વ્યક્ત થઇ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer