મદનપુરા ગામે મુંબઈગરા દાતાએ સ્વખર્ચે ચેકડેમ બનાવી આપ્યો

મદનપુરા ગામે મુંબઈગરા દાતાએ સ્વખર્ચે ચેકડેમ બનાવી આપ્યો
કોડાય (તા. માંડવી), તા. 3 : મદનપુરા ગામે લોકડાઉનના સમયમાં બોરીવલી-મુંબઈથી કચ્છ આવી પિતા-પુત્રએ ચેકડેમનું નિર્માણ કરી પાણી સંગ્રહ માટેનું કાર્ય કર્યું હતું. શાંતિભાઈ રૂડાણી અને જેમના પુત્ર ઉમીશકુમાર રૂડાણીએ ગત તા. 13-06-20ના ચેકડેમનું કામ ચાલુ કર્યું હતું. રાત દિવસ એક કરીને ઓછા સમયમાં ચેકડેમનું નિર્માણ કર્યું હતું અને ગત તા. 21-06-20ના સારો વરસાદ પડતા હતા. ચેકડેમ ઓવરફલો થઈ ગયો હતો. લોકડાઉન કપરા સમયમાં પણ મુંબઈ - બોરીવલીથી વતન આવીને ઘરે ન બેસી રહેતાં સમયનો સદઉપયોગ કરી પિતા-પુત્રએ આ કાર્ય પાર પાડયું હતું.  સ્થાનિકેથી ભરત જીવરાજ રૂડાણીનો પણ સહયોગ રહ્યો હતો. આ ચેકડેમમાં પાણી ભરવાની કેપીસીટી 21 કરોડ લિટર છે તેવા ત્રણ ચેકડેમ છે. દરિયામાં જતું પાણી અટકાવવા આવા જળ સંગ્રહના ઉત્તમ કાર્યો ઠેર ઠેર થાય તો કાયમી ધોરણે દુષ્કાળને ભગાડી શકાય. મુંબઈ ખાતે વ્યવસાય ધરાવતા શાંતિભાઈ રૂડાણી વતન ખાતે ડ્રેગન ફ્રુટ, ઈઝરાયેલ ખારેક, દાડમની ઓર્ગેનિક ખેતીમાં પણ સફળતા મેળવી છે.  જળ સંગ્રહના આ લોકલક્ષી કાર્યને અગ્રણી રમેશ લાલજી પટેલ અને અરવિંદ જીવરાજ રામજિયાણીએ બિરદાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer