વિધાનસભાની 18 સમિતિની જાહેરાત

વિધાનસભાની 18 સમિતિની જાહેરાત
અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : વિધાનસભાની 18 વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂકની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જાહેરાત કરાઈ છે. જેમાં વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ બનાવાયાં છે. તો માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને બિનસરકારી સભ્યોના કામકાજ માટેની  સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખીરિયા નિમણૂક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડિયા અધ્યક્ષ બન્યા છે. ચાર નાણાકીય અને 14 બિન નાણાકીય સમિતિઓના સભ્યોની જાહેરાત કરાઈ છે. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસો સમિતિ સહિત 18 સમિતિઓની ચેરમેન સભ્યોના નામ જાહેર કરાયાં છે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યોને પ્રોરેટા મુજબ સ્થાન અપાય છે. પીએસીનું ચેરમેન પદ વિપક્ષને અપાય છે. ગત વખતે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને પીએસીના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer