કચ્છી જૈન વ્યાપારીનું અકસ્માતમાં ઘવાયા પછી હોસ્પિટલમાં મોત

કચ્છી જૈન વ્યાપારીનું અકસ્માતમાં ઘવાયા પછી હોસ્પિટલમાં મોત
મુંબઇ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : કાલબાદેવી રોડ પર અનાજની દુકાન ધરાવતા કચ્છી વ્યાપારી  અજિત મોરારજી  છેડા (ઉ.વ. 57)ને સ્કૂટર અકસ્માતમાં  ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું  આજે શુક્રવારે બપોરે અવસાન થયું હતું. કચ્છમાં ગામ કાંડાગરાના મૂળ વતની અને વડાલા (મુંબઇ)માં રહેતા અજિતભાઇને પહેલી જૂનના સવારે પોણા નવ વાગ્યે અકસ્માત નડયો હતો. તેમનો પુત્રી જીનય બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઇડથી આવતી બાઇક સાથે અકસ્માત થતાં પિતા-પુત્ર બંને રસ્તા પર ફેંકાઇ ગયા હતા. તેમાં જીનયને સામાન્ય ઇજા થઇ હતી, જ્યારે  અજિતભાઇને  શરીરમાં મૂઢમાર લાગ્યો હતો, પરંતુ માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. આ માહિતી આપતાં ધી ગ્રેન ડીલર્સ એન્ડ વર્કર્સ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બંસીલાલ છેડાએ  જણાવ્યું હતું કે, તેઓ મારા નાના ભાઇ હતા. અકસ્માતની જાણ થતાં હું તત્કાળ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. એક કલાક સુધી બરાબર હતા એ પછી ફીટ આવી ગઇ હતી. અગાઉ ક્યારેય આ તકલીફ થઇ ન હતી. એ પછી કોમામાં સરી ગયા હતા. આજે બપોરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના મોટા પુત્ર પ્રતીકકુમારે  થોડા સમય પહેલાં દીક્ષા અંગીકાર કરીને  પરમોદયસાગરજી મ.સા. નામ ધારણ કર્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer