રતનાલનાં કેટલાંક ખેતરોમાં જવાના રસ્તાની વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ

રતનાલનાં કેટલાંક ખેતરોમાં જવાના રસ્તાની વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ
અંજાર,તા. 3 : તાલુકાના રતનાલમાં મામલતદાર કચેરી દ્વારા 8 ખેડૂત માટે આવવા -જવાનો રસ્તો ખુલ્લો કરાવી પ0 વર્ષની સમસ્યાનો કાયમી અંત લાવવામાં આવ્યો હતો.રતનાલ ગામની હદમાં  ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે રસ્તો ન હોવાથી પસાર થવા માટે રસ્તો અપાવવા માટે અંજાર મામલતદાર સમક્ષ  અરજી કરાઈ હતી.મામલતદાર દ્વારા કોર્ટ એકટ મુજબ  થયેલી કાર્યવાહીમાં આ માર્ગને ખુલ્લો કરવા આદેશ અપાયો હતો. જેની અમલવારીના  ભાગરૂપે 8 ખેડૂતોને અવર-જવર માટે 30 ફૂટનો રસ્તો કાઢી અપાયો હતો.લાંબા સમય બાદપસાર થવા માટેનો રસ્તો નીકળતાં પ0 વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જાણકારોએ કહ્યું હતું.આ કામગીરીમાંઅંજાર મામલતદાર એ.બી. મંડોરીના માર્ગદર્શન તળે નાયબ મામલતદાર વૈભવ વ્યાસ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer