ભુજમાં બે શખ્સે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો

ભુજ, તા. 3 : શહેરમાં જૂની રાવલવાડી વિસ્તારમાં કોડકી રોડ ખાતે લોખંડના પાઇપ વડે બે શખ્સે હુમલો કરતાં સામજી ફકીરા વાઘેલા (ઉ.વ.35)ને માથામાં ઇજા થઇ હતી.આજે સવારે બનેલા હુમલાના આ કિસ્સા બાદ ભોગ બનનારા યુવકને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં માથામાં લોહી નીકળતી હાલતમાં દાખલ કરાયો હતો. હુમલો કરનારા તરીકે ધનજી ભવાન પરમાર અને કેશવ ભવાનના નામ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવાયા હતા. ભુજ એ. ડિવિઝન પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer