ભુજના એ.ટી.એમ. કેસમાં મુખ્ય આરોપીની જામીનની અરજી જિલ્લા કોર્ટમાં નામંજૂર

ભુજ, તા. 3 : શહેરમાં સંસ્કારનગર વિસ્તારમાં એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ. ખાતેથી રૂપિયા ચોરવાના ઇરાદે તમંચામાંથી ગોળીબાર કરવા સહિતના કૃત્યને અંજામ આપનારા આરોપી ભુજના કોલેજ રોડ ઉપર સરકારી નર્સરીની બાજુમાં રહેતા મુખ્ય આરોપી કપિલ ઉર્ફે કલ્પેશ દેવેન્દ્રભાઇ માણેક (ઠકકર)ની જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.  પખવાડિયા જૂના આ ચર્ચાસ્પદ પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી કપિલ ઉર્ફે કલ્પેશ ઠકકર માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી અત્રેના આઠમા અધિક સેશન્સ જજ ડી.જી.રાણા સમક્ષ થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવાઓ તપાસી આરોપીની અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી હાજર રહ્યા હતા.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer