મુંદરા ગ્રામપંચાયતે નીચાણવાળા વિસ્તારના લોકોને સૂચના આપી ભારે વરસાદ પહેલાં ખસી જાવ

મુંદરા, તા. 3 : આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને આગોતરા સાવચેતીના પગલાંરૂપે અને ભારે વરસાદ કે વાવાઝોડાંની સંભાવના હોઇ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના સ્થાનિક ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી છે. સરપંચ ધર્મેન્દ્ર જેશરની સહી સાથે બહાર પાડવામાં આવેલા પત્ર મુજબ નદીના પટમાં-ડાક બંગલાથી નદીવાળા નાકા સુધી જે  લોકો લારી ગલ્લા-છાપરા બાંધી વ્યવસાય કરે છે તેમજ કેટલાક લોકો પંચાયતનો બગીચો- અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે ઝૂંપડા બનાવી રહે છે, ઉપરાંત કેટલાક પશુપાલકો દ્વારા નદીના પટમાં અસ્થાયી વાડાઓ બનાવી ઢોર-પશુઓ બાંધે છે અને જૂના બંદર વિસ્તારમાં માછીમારી કરે છે તથા દરિયાકિનારે ઝૂંપડા બનાવીને રહે છે-નાના તળાવના ઓગનથી ગુર્જરવાસના છેલા, ખારી અને નાગ તલાવડી વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવાની સૂચના ગ્રા.પં. દ્વારા આપવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer