કચ્છ યુનિ.માં પ્રવેશ પ્રક્રિયાની સમય અવધિ વધી

ભુજ, તા. 3 : આ વખતે કોરોનાની વિપરીત અસર શૈક્ષણિક સત્ર પર થવા પામી છે. શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે તો પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ 31 જુલાઈ સુધી તમામ શૈક્ષણિક પ્રતિષ્ઠાન બંધ રાખવાનો આદેશ અપાયો છે તેવામાં કચ્છ યુનિ.માં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાની સમય અવધિ વધારવામાં આવી છે. સ્નાતક અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની સમય અવધિ 15 જુલાઇ સુધી વધારી પહેલું મેરિટ લિસ્ટ 25 જુલાઇના જારી કરાશે. એ જ રીતે અનુસ્નાતકમાં 25-7 સુધી ઓનલાઇન અરજી કરાશે. પહેલું મેરિટ લિસ્ટ 30 જુલાઇના જારી કરાશે. બી.એડ્. માટેની તારીખ હવે પછી આપવામાં આવશે. કચ્છ યુનિ. સંલગ્ન કોલેજોમાં લગભગ 4000થી વધુ છાત્રોને પ્રવેશ આપવાનો થાય છે. હાલમાં સ્નાતક માટે 5 જુલાઈ અને અનુસ્નાતક અભ્યાસક્રમના પ્રવેશની અંતિમ અવધિ 12 જુલાઈ નક્કી કરાઈ હતી, પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પ્રવેશપાત્ર છાત્રોને સુગમતા રહે તે માટે એડમિશન પ્રક્રિયાની સમય અવધિ વધારવામાં આવી છે. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાના લીધે જ નિર્ધારિત કરાયેલા કર્મચારીઓને કોલેજમાં હાજર રખાય તેવો આદેશ યુનિ દ્વારા પરિપત્ર જારી કરી કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer